માં ઉમીયાના અસીમ કૃપા દ્રષ્ટીથી દર વર્ષ શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્રારા સીદસરની પદયાત્રા નુ આયોજન કરે છે. રાજકોટ થી શાપર, રીબડા, દાળિયા દળેશ્વર મંદિર, કોલીથડ, ગરનાળા રાત્રિ રોકાણ કરી વહેલી સવારે ત્રાકૂડા ખોડિયાર મંદિર, જામકંડોરણા, જામ ટિંબડી રાત્રિ રોકાણ કરી વહેલી સવારે સાજડયારી, ભાયાવદર, મોટી પાનેલી થી સિદસર ભકતો પોહચે છે. આ પદયાત્રામા અનેક શ્રધ્ધાળુઓ, માં ઉમાંના સંતાનો પગપાળા ચાલીને પોતાની માનતા પુરી કરે છે.મંદિરે દર્શન કરી ધ્વજારોહણ કરી અને મંદિરના પ્રટાંગણમાં રાસ ગરબા રમી ને ત્યાર બાદ માતાજીના મંદિરે પ્રસાદ લઇ ને આ પદયાત્રા પૂરી થાય છે. .